મોરબી : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર નજીક જીજે - 03 - ઇઆર - 7269 નંબરની સ્વીફ્ટ ડિઝાયર કારના ચાલકે જીજે -03 - એચડી - 9743 નંબરના બાઇકને પાછળથી ઠોકર મારતા મોરબીના બાઈક ચાલક ગોવિંદભાઇ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પુત્ર ગૌતમભાઈ ગોવિંદભાઇ પરમારે ટંકારા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.