મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર જિલ્લા પંચાયત નજીક ઘરની બહાર ટેબલ રાખનાર વૃદ્ધને પાડોશમાં શોપિંગ સેન્ટર ધરાવતા શખ્સ તેમજ અન્ય ત્રણ શખ્સોએ સાથે મળી ટેબલ હટાવવા અંગે માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના શોભેશ્વર રોડ ઉપર જિલ્લા પંચાયત પાસે રહેતા ફરિયાદી ભાગવતદાસ સદજુદાસ રામાવત ઉ.વ.60 નામના વૃદ્ધએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ભોજાભાઈ કરમણભાઈ ભરવાડ, મનીષ ભોજાભાઈ ભરવાડ, રાણાભાઈ મલાભાઈ રાતડીયા અને અન્ય એક અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીએ પોતાના ઘર પાસે લોખંડનું ટેબલ રાખ્યું હોય આરોપીઓએ ટેબલ લઈ લેવા કહ્યું હતું. પરંતુ ટેબલ વજનદાર હોય ટેબલ ઉપાડ્યું ન હોવાથી આરોપીઓએ ગાળો આપી લાકડી વડે તેમજ ઢીકા પાટુનો બેફામ માર માર્યો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.