નવી રિલીઝ થનાર ગુજરાતી મુવી ત્રણ એક્કાની સ્ટાર કાસ્ટ અને મુવીના પ્રોડ્યુસર આજે નવયુગ સંકુલ કેમ્પસ પર ફિલ્મ પ્રમોશન માટે આવેલ હતા જેમાં ગુજરાતી સિનેમા જગતના સુપરસ્ટાર યશ સોની,મિત્રા ગઢવી, ઈશા કંસારા, તરજાની,કિંજલ રાયપ્રિયાએ નવયુગ સંકુલના બાળકો સાથે ધમાકેદાર પર્ફોર્મન્સ આપી જલસો કરાવ્યો હતો
નવયુગ સંકુલના કેમ્પસમાં પ્રવેશતા જ તમામ સ્ટાર કાસ્ટે ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારબાદ સંપૂર્ણ કેમ્પસની વિઝીટ કરી તમામ કલાકારો કેમ્પસ જોઈને અભિભૂત થઈ ગયા હતા
આ કાર્યક્રમમા સંસ્થાના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા,રંજનબેન કાંજીયા,ક્રિષ્ન કાંજીયા,
બળદેવભાઈ સરસાવડીયા તેમજ તમામ વિભાગના પ્રિન્સિપાલ અને KG થી કોલેજ સુધીના તમામ બાળકો ઉપસ્થિત રહ્યા હતા