Monday - Jul 06, 2026

ભૂકંપમાં ફિલ્ટર પ્લાન્ટ ક્ષતિગ્રસ્ત થયા બાદ નવો જ ન બનાવ્યો

ભૂકંપમાં ફિલ્ટર પ્લાન્ટ ક્ષતિગ્રસ્ત થયા બાદ નવો જ ન બનાવ્યો

રવિ બરાસરા : જલ એજ જીવન પણ જળ શુદ્ધ હોય તો જીવન ટકી રહે એ પણ હકીકત છે. પણ મોરબીમાં આનાથી ઊલટું થઈ રહ્યું છે. તંત્ર જળ એ જીવનના દાવા તો કરે છે. પણ ખરેખર લોકોને પૂરતું પાણી મળી રહે છે ખરું ? અને એ પાણી શુદ્ધ છે કે નહીં ?  આ બાબતમાં જાગૃત નાગરીક પ્રકાશ પાડ્યો હતો કે, મોરબીના સામાકાંઠાનો નઝરબાગ ફિલ્ટર પ્લાનટ છેલ્લા આઠ વર્ષથી બંધ હોય હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યાનો આક્ષેપ કર્યો હતો. ફિલ્ટર પ્લાન્ટમાં સફાઈ થતી ન હોય ક્લોરીન અને ફટાકડી પણ નખાતી ન હોય અને મચ્છુ ડેમમાંથી નઝરબાગ સંપે ડહોળું હોય કે પ્રદુષિત જેવું આવે એવું ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ કર્યા વગર જ સામાકાંઠાના હજારો લોકોને ધાબડી દેવાતું હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે અશુદ્ધ પાણી આવે છે એની સામાકાંઠાની જનતાને ખબર નથી.આથી આ ત્રાજપરના જાગૃત નાગરિક મહાવીરસિંહ જાડેજાએ તેમના વિસ્તારમાં પાણી ન આવતા નઝરબાગ સંપે જઈને તપાસ કરતા ફિલ્ટર પ્લાન્ટ જ બંધ દેખાયો હતો. એવું એમનું કહેવું છે. આ ગંભીર બાબત પાણી પૂરવઠા સહિત સંબધિત તંત્રને આઠ આઠ વર્ષથી લોકો અશુદ્ધ પાણી પીવું પડે છે એની ખબર ન હોય એવું ન બની શકે તેવું પણ તેમણે જણાવ્યું હતું. જો ડેમમાંથી આવતું પાણી તંત્ર શુદ્ધ કરીને આપે તો આરોગ્ય પણ સારું રહે અને ઘણા પાણીના કારખાનામાંથી આવતી પાણીની મોટી બોટલના ખર્ચા પણ ન કરવા પડે.

ઉંદરમાંથી હાથી કરી નાખ્યો, બે ગ્રામ્ય વિસ્તારોના ઝોનમાં 28 વિસ્તાર ભેળવી દીધા

મહાવીર જાડેજાએ સીએમઓ સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા કહ્યું હતું કે, 20 લાખ લીટરની ક્ષમતા ધરાવતો નઝરબાગ સંપ આવેલો હોય એમાંથી બે ગ્રામ્ય વિસ્તારોમાં રવાપર અને ત્રાજપરનો સમાવેશ થાય છે. હવે તંત્રએ સામાકાંઠામાં વસ્તી અને વિસ્તારો વધતા ત્રાજપર ગામ અને વિસ્તારમાં ડીઆઈ લાઈન ધરમપુર-ટિબંડી, ઉમા ટાઉનશીપ(હજારોની વસાહત), ભાગ્ય લક્ષ્મી, શિવમ સોસાયટી, લાભનગર, નવા જુના ધરમપુર એમ નવ ઝોન પછી આ જ ટાંકીમાંથી નઝરબાગ પાછળ આવેલા બૌદ્ધનગર, જીવરાજ પાર્ક, ગાંધી સોસાયટી, શ્રી હરિ સોસાયટી, સાયન્સ કોલેજનો સામેનો ભાગ, સીરામીક સીટી, ત્રાજપર સંપ, સિદ્ધાર્થ સોસાયટી, મહારાણા પ્રતાપ સોસાયટી, લાલપર ગામ, માળિયા વનાળિયા, ઉમિયાનગર, શક્તિ સોસાયટી, રામદેવનગર, ભડિયાદ ગામ, તેનો ઓજી વિસ્તાર, એલ.ઇ.કોલેજ વિસ્તાર એમ મળી 28 ગામો, વિસ્તારો અને સોસાયટીઓ તેમજ રવાપર ગામને  નજરબાગ અને બીજા સંપ સહિત ચાર જગ્યાએ થઈ પણ પાણી જાય તોય રવાપર ગામને પાણી પૂરું નો થાય એટલી બધી તે ગામમાં વસ્તી છે. એટલે 

ભૂકંપમાં ફિલ્ટર પ્લાન્ટ ક્ષતિગ્રસ્ત થયા બાદ નવો જ ન બનાવ્યો

મહાવીરસિંહે વધુમાં કહ્યું હતું કે, નઝરબાગ સંપમાંથી બે ઝોન એટલે રવાપર અને ત્રાજપર હેઠળ અલગ અલગ વિસ્તારમાં પાણી આવતું હોય પણ ત્રાજપરમાં 30 હજાર વસ્તી ઉપરાંત બીજા અન્ય વિસ્તારોમાં જે નગરપાલિકામાં આવવા જોઈએ છતાં અમારામાં ગેરકાયદે ભેળવી દીધા, વિસ્તારમાં અને વસ્તી વધી પણ ટાંકીની ક્ષમતા એટલી ને એટલી જ રહી. એટલે 20 લાખ લીટરમાંથી કેટલાને પાણી પહોંચે કારણ કે લાખોની સંખ્યા થઈ ગઈ છે. તેમનું ગામ છેવાળાનું હોય એટલે છ મહિનાથી અન્યાય થાય છે. હવે 24 કલાકના એકાતરા પાણીના વારા કાઢ્યા છે. પણ ત્રાજપર ગામ છેલ્લું હોય ત્રાજપર હેઠળના બધા જ વિસ્તારોમા પાણી ખેંચાય જાય એટલે અમારા ગામમાં પાણી પહોંચતું જ નથી. એક જ કનેક્શન અને ત્રાજપરમાં 45 કનેક્શન છે. એટલે આખો દિવસ સંપ પાસે બેસવા છતાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું જ નથી.

ફિલ્ટર પ્લાન્ટ બંધ છે પણ પાણી તો શુદ્ધ જ વિતરણ કરાતું હોવાનો દાવો

પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઈજનેર શર્માએ જણાવ્યું હતું કે, નઝરબાગ સંપથી સામાકાઠાના અમારા એટલે પાણી પુરવઠા તંત્ર તમામ વિસ્તારોને પાણી પહોંચાડવામાં આવે છે. હમણાં ડેમ ખાલી થયો હોય એટલે કદાચ કોઈ વિસ્તારમાં પાણી ન પહોંચતું હોય અને એની તપાસ કરીને બધે જ પાણી પહોંચે એવા પ્રયાસો કરીએ છીએ. હવે રહી વાત નઝરબાગ પાસેનો ફિલ્ટર પ્લાન્ટની તો એ ઘણા સમયથી એટલે ભૂકંપમાં ભારે ખંડિત થવાથી ત્યારથી જ બંધ છે. એટલે જૂનો ફિલ્ટર પ્લાન્ટ એટલી હદે ડેમેજ થઈ ગયો હોય હવે રીપેર થઈ શકે નથી. એનો મતલબ એ નથી કે પાણી શુદ્ધ ન થઈ શકે, ડેમમાંથી નજરબાગ સંપમાં પાણી આવે એટલે ક્લોરીનેશન અને બ્લીચિંગ પાવડરથી એકદમ શુદ્ધ પાણી કરીને જ વિતરણ કરવામાં આવે છે.