Sunday - Jul 05, 2026

નર્મદા કેનાલનું પાણી આવે છે પણ પીવાલાયક નથી

નર્મદા કેનાલનું પાણી આવે છે પણ પીવાલાયક નથી

 મોરબીના આંદરણા ગામે નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન મારફતે પાણી તો આવે છે. પણ તે પાણી પીવામાં ઉપયોગમાં લઇ શકાતું નથી. એનું કારણ છે એ છે કે પાણી ગટર જેવું હોય એમ ગંધાતુ હોય ગામની બહાર જ્યાં ગટરનું ગંદુ પાણી નીકળતું હોય આ ગંદુ પાણી ત્યાં નીકળતી નર્મદાની લીકેજ લાઈનમાં ભળી આવતું હોય એવું ગ્રામજનોને લાગે છે કારણ કે પાણી અશુદ્ધ હોય અને ઉપરથી બહુ જ ગંધાતુ હોય એટલે માત્ર આ પાણીનો ન્હાવા, કપડાં ધોવા  અને ઘર વપરાયમાં ઉપયોગ લેવાય છે.એટલે ગામલોકોને પીવાનું પાણી વેચાતું લેવું પડે છે.

મોરબીના આંદરણા ગામના લોકોના જણાવ્યા મુજબ આ ગામ 200 વર્ષ કરતા વધુ જૂનું અને ગામની 3000 થી 3500ની વસ્તી હોય અને એ વસ્તીનો મુખ્ય વ્યવસાય ખેતી હોવા છતાં સિંચાઇની કોઈ સુવિધા નથી. એટલે ખેતી ચોમાસા આધારિત છે. પણ ઘણા ગામલોકોએ જાત મહેનત ઝીંદાબાદની જેમ પોતાની રીતે જ ખેતરોમાં બોર અને કુવા બનાવીને વર્ષમાં બે પાક લઈ શકે છે. નર્મદાની કેનાલ નીકળતી હોવા છતાં આ ગામને સિંચાઇ માટે પાણી આપતા નથી. ગામમાં આરોગ્ય કેન્દ્ર, 1થી 10 સુધી સ્કૂલ અને હાઇસ્કુલ તેમજ આંગણવાડી, ભૂગર્ભ ગટર, કચરા માટે ટ્રેકટરની સુવિધાઓ અને ગામના તમામ રોડ રસ્તા પાકા કરી પેવર બ્લોક પાથરી દીધા છે. આ ગામને જોડતા રાતાભેરનો માર્ગ એકદમ કાચો છે. એને પાકો કરવાની માંગ છે.