હળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે ઉપર હળવદ શહેરની જીઆઇડીસી નજીક જીજે - 39 - ટીએ - 8501 નંબરના ચાલક આરોપી મુસાભાઈ કાળુભાઇ બેલીમ રહે.દશાડા જી.સુરેન્દ્રનગર વાળાએ પોતાનું ટેન્કર બેફિકરાઈથી પુરપાટ ઝડપે ચલાવી આગળ જતા જીજે - 39 - ટીએ - 1722 નંબરના ટ્રેઇલરના પાછળના ભાગે અથડાવતા ટેન્કરમાં ક્લીનર સાઈડ બેઠેલા બીજા ડ્રાઇવર નવીનભાઈ રામજીભાઈ મિયાત્રાને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના આ બનાવ અંગે હીરાભાઈ જેસંગભાઈ મિયાત્રા રહે.અંતરજાળ, ગાંધીધામ કચ્છ વાળાએ ટેન્કર ચાલક મુસાભાઈ બેલીમ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.