મોરબી : મોરબીના જોધપર નદી ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો હતો ગામમાં ચાર વર્ષની બાળકીને શ્વાને બચકા ભરી લીધા હતા માથા અને આંખમાં ગંભીર ઈજા પહોંચતા માસૂમને સારવાર માટે રાજકોટ ખસેડાઈ છે રખડતા ઢોરના આતંક બાદ હવે શ્વાનનો આતંક જોવા મળતા તંત્ર સામે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે
મોરબીના જોધપર નદી ગામમાં રોશની નામની ચાર વર્ષની બાળકી રમતી હતી ત્યારે શ્વાન ઓચિંતું આવી ચડ્યું હતું અને બાળકી પર હુમલો કરી દીધો હતો શ્વાને બાળકીને આંખ અને માથાના ભાગે બચકા ભરી લેતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી મોરબી સિવિલ હોસ્પિટલ સારવાર આપ્યા બાદ બધું સારવાર માટે બાળકીને રાજકોટ ખસેડાઈ છે શ્વાનનો આતંક સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે