ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે ત્યારે નગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરી ન હોય જો દિવસે આ પારાપેટ પડી હોત તો મોટું નુકસાન સર્જાયું હોત તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.