Saturday - May 16, 2026

મોરબીના શનાળા રોડ ઉપર ખુલ્લી ભૂગર્ભની કુંડીથી અકસ્માતનું જોખમ

મોરબીના શનાળા રોડ ઉપર ખુલ્લી ભૂગર્ભની કુંડીથી અકસ્માતનું જોખમ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર મહારાષ્ટ્ર બેન્કના ખુંણા પાસે આવેલી ભૂગર્ભ ગટરની કુંડી અગાઉ તૂટી ગઈ હોવાથી જોખમી બની ગઈ છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે,આ ભૂગર્ભની કુંડી તૂટી જવાથી ખુલ્લી થઈ ગઈ છે.આથી અકસ્માતનું જોખમ વધ્યું છે.એક તો આ વિસ્તાર ઉપર અસામાન્ય વાહન ધસારો રહે છે. મુખ્ય રોડ હોવાથી વાહનોની ખૂબ મોટી અવરજવર હોવાથી અનેક વાહનો આ ખુલ્લી કુંડીમાં ફસાઈ જાય છે.તેમજ અવારનવાર ખુલ્લી કુંડીમાં ગાયો પડી જાય છે. આથી આ જોખમી કુંડીમાં ઢાંકણ ઢાંકવા માટે સ્થાનિકોએ અનેક વખત તંત્રને રજુઆત કરી છે. તેમ છતાં પણ નીંભર તંત્રને આજ સુધીમાં આ ખુલ્લી કુંડીમાં ઢાંકણ ઢાંકવાની ફુરસદ મળી નથી. તેથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. આથી સ્થાનિકોએ તંત્ર સમક્ષ વહેલી તકે આ અંગે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.