Saturday - May 16, 2026

રાજશાહી વખતના ગામની હાલની 2900ની વસ્તી ખેતી, ઉદ્યોગ, પશુપાલન પર નિર્ભ

રાજશાહી વખતના ગામની હાલની 2900ની વસ્તી ખેતી, ઉદ્યોગ, પશુપાલન પર નિર્ભ

વાંકાનેરના જુના અને નવા પાંચ દ્રારકા ગામના લોકો વર્ષોથી ખંતિલા અને મહેનતકશ હોવાથી પરંપરાગત ખેતીના વ્યવસાય સાથે જોડાઈને ખેતીને સમૃદ્ધ તો કરી નાખી પણ વર્ષોથી વીજળીના ધાંધિયાથી ખેડૂતોને પાક મેળવવા માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરપંચના કહેવા મુજબ ખેતી કરવામાં લાઈટની ઘણી તકલીફ પડે છે. જેમાં ગમે ત્યારે લાઈટ ગુલ થઈ જાય અને ગમે ત્યારે લાઈટ પાછી આવી જતી હોવાથી ખેડૂતોને પાણી વાળવા અને પાકને પાણી પીવડાવવા માટે ટાઈમનો બગાડ થાય છે. પાણી પાતા હોય ત્યારે લાઈટ જતી રહે અને કલાકો સુધી લાઈટ ન આવે તેમજ ઘરે લાઈટ હોય અને ખેતરે પાણી પાવા જાય ત્યારે લાઈટ જ હોતી ન હોય તો પાક સુકાય જાય અને એનો મોટો માર ખેડૂતોને પડે છે.વારંવાર રજુઆત કરવા છતાં વીજ તંત્ર ધ્યાન આપતું નથી. તેથી ખેતી ઉપર માઠી અસર થાય છે.

રાજશાહી વખતના ગામની હાલની 2900ની વસ્તી ખેતી, ઉદ્યોગ, પશુપાલન પર નિર્ભ

વાંકાનેર તાલુકાના જુના અને નવા પાંચદ્રારકા ગામના સરપંચ ઉસ્માનગનીભાઈ પરાસણાએ જણાવ્યું હતું કે,તેમનું ગામ રાજાશાહી વખતનું અને હાલ આ બન્ને ગામની 2900 જેટલી વસ્તી હોય અને આ વસ્તી ખેતી, મજૂરી, મરઘા ઉછેર કેન્દ્ર, પશુપાલન ઉપર નિર્ભર છે.ખેતીમાં સિંચાઇની સુવિધાઓ છે. શિયાળુ પાક માટે કેનાલમાંથી પાણી છોડવામાં આવે છે. બાકી કુવા કે બોરમાંથી ખેતી વિકસાવે છે. પશુપાલન હોય પણ એના માટે દવાખાનું ન હોય જો કે પાંચ ગામ વચ્ચે એક દવાખાનું હોય એ મુજબ ત્રણ કિમિમાં પશુ દવાખાનું છે અને ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર , પીવાના પાણી માટે નર્મદાની વ્યવસ્થા હોવાથી પાણીની કોઈપણ જાતની તકલીફ નથી.

ગામમાં બે સ્કૂલ અને 4-4 આંગણવાડી

બંન્ને ગામમાં 4 આંગણવાડી, બેય ગામમાં એક એક 1થી 8 સુધીની મળીને બે સ્કૂલ, ગામની અંદરના 50 ટકા રોડ સારા, અને બહારના સિધાવદર, પ્રતાપગઢ, પીપળીયા રાજ, અમરસર સહિતના ગામોને જોડતા રસ્તા ગાંડા માર્ગ જેવા છે. ઉનાળુ પાક માટે સૌની યોજના હેઠળ  કેનાલના પાણીથી ગામની નદી ભરી આપે તેવી માંગ કરી છે. ગામમાં 75 ટકા ભૂગર્ભ ગટર કંપ્લેટ, અંદરના ગામના રસ્તા માટે પેવર બ્લોક માંગ છે, જેથી ટકાવ રસ્તા બને, ભૂગર્ભ ગટરના પાણી નિકાલ કરવા માટે ગામની બહાર યોગ્ય જગ્યાએ મોટા સોર્સ ખાડા બનાવવાની માંગ કરી છે. કચરાના નિકાલ માટે વાહન ન હોય ગ્રામ પંચાયત દ્વારા જાતે કચરાનો નિકાલ કરવામાં આવે છે.