Friday - Jun 05, 2026

મોરબીના ઘોડાધ્રોઇ ડેમમાંથી માટી કાઢવાના કોન્ટ્રાકટ મામલે કોન્ટ્રાકટરને લાકડાના ધોકાથી ફટકાર્યા

મોરબીના ઘોડાધ્રોઇ ડેમમાંથી માટી કાઢવાના કોન્ટ્રાકટ મામલે કોન્ટ્રાકટરને લાકડાના ધોકાથી ફટકાર્યા

મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામ નજીક આવેલ ઘોડાધ્રોઇ ડેમમાંથી માટી કાઢવાના કોન્ટ્રાકટ મુદ્દે આજ ગામના રહેવાસી આરોપીએ કોન્ટ્રાકટર વૃદ્ધ પર હુમલો કરી લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોંધાવી હતી.

મૂળ મોરબી તાલુકાના ખરેડા ગામના વતની અને હાલમાં મોરબી ખાતે આલાપ પાર્ક-2માં રહેતા ખોડીદાસભાઈ અણદાભાઈ થડોદા ઉ.63એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી મહેશ માવજીભાઈ ડાભી રહે.ખરેડા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓને ઘોડાધ્રોઈ ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાકટ મળતા આરોપી મહેશને સારું નહીં લાગતા ઝઘડો કર્યો હતો અને ઢીકા પાટુ તેમજ લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે ખોડીદાસભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.