મોરબી : મોરબી મહાનગરપાલિકા બનતાની સાથે કમિશનર ચાર્જ સંભાળી લઈને તેઓએ લોકપ્રશ્નોના નિરાકરણ માટે વ્યવસ્થિત આયોજન ગોઠવ્યુ છે. લોકોને ખોટા ધક્કા ન થાય એ માટે દર અઠવાડિયે સમય ગોઠવ્યો છે અને મ્યુનિ કમિશનર સ્વપ્નિલ ખરે દર અઠવાડિયે બે વખત લીક પ્રશ્ર્નો સાંભળશે.જેમાં મોરબી મહાનગરપાલિકામાં લોકોને સ્પર્શતી સમસ્યા, ફરિયાદોના નિરાકરણ માટે મ્યુનિ કમિશનર દર અઠવાડિયે. સોમવાર અને ગુરુવારે બપોરે 3થી 6 વાગ્યે જાહેર જનતાને મળશે અને રૂબરૂ મળશે. જેની જાહેર જનતાને નોંધ લેવાની અપીલ કરવામાં આવી છે.