મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી આગળ ઘુટુ રોડ ઉપર સીએનજી પંપના 500 મીટરના અંતરે આવેલી પ્રકૃતિ સોસાયટીના રહીશોને ત્રણ મુખ્ય પ્રશ્નો સતાવી રહ્યા છે. ઉભરાતી ગટર અને અધવચ્ચેથી રોડનું છોડી દીધેલું કામ પ્રકૃતિ સોસાયટીમાં રેસીડેન્સી પ્લોટમાં દુકાનો તોડી પાડવા મુદ્દે વિરોધ નોંધાવ્યો છે અને સોસાયટીના રહીશોએ કોમર્શિયલ મંજૂરી કોણે આપી તે મુદ્દે કલેકટરને રજુઆત કરી છે.
પ્રકૃતિ સોસાયટીના રહીશોએ ત્રણ પ્રશ્ને કલેકટર કચેરી અને ડીડીઓ સમક્ષ આક્રોશ સાથે આવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં જે રેસીડેન્સી પ્લોટ છે. એમાં એક વ્યક્તિ દ્વારા ત્યાં વાણિજ્ય હેતુ માટે બાંધકામ કરી દુકાનો પાડવામાં આવી રહી છે. આ બાબતનો સોસાયટીના રહીશોએ ભારે વિરોધ કર્યો છે. કે આ બાંધકામની મંજૂરી કોણે આપી ?મંજૂરી લીધા વગર બાંધકામ કેમ શરૂ કરાયુ તે મુદ્દે યોગ્ય તપાસ કરવા કલેકટર અને ડીડીઓને રજુઆત કરાઈ છે. બીજો પ્રશ્ન એ છે કે, સોસાયટીમાં નીકળતું ગટરનું પાણી એનો કોઈ નિકાલ ન હોવાના તેમજ આ ગટરના પાણીનો નિકાલ આગળ બંધ કરી દેવાતા આ બધું જ પાણી સોસાયટીના ગેઇટ પાસે ભેગું થાય તેમજ ચોમાસામાં આ પાણી સોસાયટીમાં પાછું ઠેલાઈ છે. આથી બાળકોને સ્કૂલે મુકવા જવા આવવા માટે ભારે તકલીફ પડે છે. તેમજ સોસાયટીના બાજુમાં આવેલી કોમ્પ્લેક્સની દુકાનોમાં ગટરનું પાણી રોડ ઉપર થઈને ચોમાસાનું પાણી મિક્સ થઈને ઘુસી જતા વેપારીઓના ધંધા પર માંઠી અસર પડે છે. ત્રીજા પ્રશ્નમાં આ સોસાયટી રોડ બનાવવામાં આવ્યો છે. પણ અડધો જ રોડ બન્યો છે. આથી બાકીના રોડમાં હાલ વરસાદથી કીચડ હોય બાળકો સહિતના લોકોને કીચડ પરથી ઘરે કે ધંધા અને સ્કૂલે ચાલીને જવામાં ભારે મુશ્કેલી પડે છે.