Sunday - Jul 05, 2026

મોરબી જિલ્લાના નાના એવા રોહિશાળાના ભવાઈ કલાકારો ફિલ્મી પરદે ચમક્યા

મોરબી જિલ્લાના નાના એવા રોહિશાળાના ભવાઈ કલાકારો ફિલ્મી પરદે ચમક્યા

હાલમાં  રિલીઝ થયેલી ગુજરાતી મુવી રામ ભરોસે ભારે ચર્ચામાં છે. ત્યારે આ ફિલ્મમાં મોરબી જિલ્લાના માળિયા તાલુકાના નાના એવા રોહિશાળા ગામના ભવાઈ કલાકારો ચમક્યા છે. રામ ભરોસે ફિલ્મમાં રોહિશાળા ગામના 19 ભવાઈ કલાકારો પ્રાચીન ભવાઈ રજૂ કરે છે. એમનો 5 મિનિટની ભવાઈ રજૂ થાય છે. આ ફિલ્મના નાયક નાયિકા ગામા ભવાઈ જોવા ગયા હોય એમાં પ્રેમ પ્રસંગ પણ આવરી લેવામાં આવ્યો છે. આ ભવાઈ તો આખા મલકમાં પ્રસિદ્ધ છે. પણ પહેલીવાર કોઈ ફિલ્મમાં ભવાઈ રજૂ કરવાની તક મળી અને એમાંય ભવાઇના 19 કલાકારો જૂની પ્રાચીન ભાષામાં ભવાઈ રજૂ કરી એ બહુ મોટી સિદ્ધિ છે. આ કલાકારો હવે ફિલ્મ થકી ગામે ગામ પ્રખ્યાત થઈ ગયા અને એમનું એમને ખૂબ જ ગૌરવ છે.

મોરબી જિલ્લાના નાના એવા રોહિશાળાના ભવાઈ કલાકારો ફિલ્મી પરદે ચમક્યા

રોહિશાળાના ભવાઈ કલાકારો તેમની ભવાઈ કલાના અંદાજમાં કહે છે કે,

હા .....અરે હો રંગલી
ઓ રંગલી કહું હું તનૈ એક મજા ની????વાત ભાઈ બહુ મજા ની વાત તા થૈયા થૈયા તા થૈ???? ભાઈ ભલા...

અરે બોલો બોલો રંગીલા નાયક 
એવી તે શું ? મજાની વાત..

એ તો સાભંળ સાંભળ..... ((રામ ભરોસે)).  ગુજરાતી ફિલ્મ 

મોરબી જિલ્લાના નાના એવા રોહિશાળાના ભવાઈ કલાકારો ફિલ્મી પરદે ચમક્યા

 લોક ભવાઈ ના સાડા સાતસો વરસના ઇતિહાસમાં સૌરાષ્ટ્ર લોક ભવાઇના આખા મંડળને સૌ  પ્રથમવાર ફિલ્મના પડદે ઉજાગર કરી ધન્યતા અનુભવીએ છીએ. સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ તથા મોરબી જિલ્લા નું ગૌરવ...ગૌરવ... ગૌરવ...
જય હો લોક ભવાઇ.....

ગાયત્રી લોકભવાઈ મંડળ રોહીશાળા તા.માળીયા જી. મોરબી. 
નાયક હસુભાઈ જી.વ્યાસ
સંચાલક  અજયભાઈ એચ. વ્યાસનું  ગાયત્રી લોકભવાઈ મંડળ રોહિશાળા ના ૧૯ કલાકાર ફિલ્મનાં સેટ પર કલાના કામણ પાથરી ધન્યતા અનુભવી રહ્યા છે.

ભવાઈ મંડળના સભ્ય ખેલુંભાઈ નાયક કહે છે કે, તેઓના પૂર્વજો પેઢી દર પેઢી 750 વર્ષથી ભવાઈ રજૂ કરતા આવે છે. ગુજરાત ભરમાં ગામે ગામે જ્યાં પણ આમંત્રણ મળે ત્યાં પ્રાચીન ભવાઈ એટલે જય ચિતોડ, પૃથ્વીરાજ ચૌહાણ,  બાબા રામદેવપીરનું આખ્યાન, સતી સાવિત્રી, ઘર ઘૂઘટને ઘરચોડું હરિચંદ્ર તારામતી, મોરબીનો ઇતિહાસ મચ્છુ તારા વહેતા પાણી, રાજા ભરથરી, સહિતના અનેક પોરોણીક નાટકો ભજવીએ છીએ. અને હમણાં  તેમના ભાઈ રાજુભાઇ કવિએ એક નવું નાટક બનાવ્યું છે. મા ઉમિયાનો આધાર, એમાં આમારી વર્ષો પહેલા ઉત્પત્તિનો ઇતિહાસ પણ વર્ણવેલો છે. આ ભવાઈમાં ઉમિયા માતાજીની પહેલી સ્તુતિ કરે છે. ભવાઈ બધાયે જોઈ હશે પણ સમયાંતરે અમારી ભવાઈમાં પરિવર્તન આવતું જાય છે. પહેલા માઇક પણ ન હતા. એટલે ગળું બેસી જતું પણ હવે બધા સાધનો આવી ગયા છે. ઈન્ટરનેટ આવી ગયું છતાં હજુ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં અમારા દેશી ઢબથી ભવાઈ રજૂ થાય છે અને લોકો ખોબલે ખોબલે વધાવે છે. જે ગામા બોલાવે ત્યાં ફાળો માટી થાય છે. એનાથી 19 કલાકારોનું ગુજરાન ચાલે છે. સાથે સેવાનું પણ કામ કરીએ છે. કોઈ ગામમાં ગૌશાળા કે અન્ય કોઈ તમામ સેવા માટે ભવાઈ યોજે તો એમાં પણ અમે ચાર ચાંદ લગાવી દઈએ છીએ, અમે ફક્ત અમારું મહેનતાણું 25 હજાર લઈને લાખોનો ફાળો આવ્યો હોય તો એ ફાળો ગામલોકોને અપર્ણ કરીએ છીએ, અમે હમેશા કલાને વફાદાર રહેનાર કલાના કસબીઓ છીએ. એટલે અમારી ભવાઈ કલાને હજુ પણ ઉની આંચ આવી નથી.

મોરબી જિલ્લાના નાના એવા રોહિશાળાના ભવાઈ કલાકારો ફિલ્મી પરદે ચમક્યા