મોરબી : મોરબીના નવલખી ફાટક વાળા બ્રિજ ઉપરથી જતી એક BMW કાર ઓચિંતી સળગી ઉઠી હતી. જો કે આ કારમાં એક મહેસાણાના પરિવારના 4 સભ્યો હતા. જેઓ સમય સુચકતા વાપરી તુરંત કારમાંથી ઉતરી ગયા હતા. તેવું જાણવા મળ્યું છે. વધુમાં આ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલે જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી જઈને આગ બુઝાવી હતી.