Saturday - May 16, 2026

મોરબીના લાતી પ્લોટમાં બીજા પણ ગેરકાયદે પાકા બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળ્યું

મોરબીના લાતી પ્લોટમાં બીજા પણ ગેરકાયદે પાકા બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળ્યું

રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલના કામો માટે અવરોધરૂપ ગેરકાયદે આશરે 70 પાકા બાંધકામોને તોડી પાડયા

મોરબી  : મોરબીના લાતી પ્લોટમાં વર્ષો પછી રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલના કામો મંજૂર થયા હોય પણ આ કામગીરી માટે વર્ષોથી ગેરકાયદે પાકા બાંધકામો ખડકાયા હોવાથી ગઈકાલે મનપાએ શરૂ કરેલું ડીમોલેશન આજે પણ ચાલુ રહ્યું હતું. જેમાં મહાપાલિકાએ આજે બીજા દિવસે પણ લાતી પ્લોટમાં ગેરકાયદે ખડકી દીધેલા પાકા બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું અને બે દિવસમાં રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલના કામો માટે અવરોધરૂપ ગેરકાયદે આશરે 70 જેટલા પાકા બાંધકામોને તોડી પાડયા હતા.

મોરબીના લાતી પ્લોટમાં બીજા પણ ગેરકાયદે પાકા બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળ્યું

મોરબી મહાપાલિકા દ્વારા ગઈકાલે ગુરુવારથી ગેરકાયદે બાંધકામો હટાવવા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ગઈકાલે લાતી પ્લોટ શેરી નં.3 અને 4ની વચ્ચેના ગેરકાયદે ખડકાયેલા પાકા બાંધકામોને તોડી પડયા બાદ આજે શુક્રવારે પણ મહાપાલિકાની ટીમ લાતી પ્લોટ શેરી નં.8માં ગેરકાયદે ખડકાયેલા બાંધકામો ઉપર ત્રાટકી હતી અને આ ગેરકાયદે બાંધકામો હટાવી દીધા હતા. જો કે હજુ પણ.ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનું ઓપરેશન ચાલુ રહેશે. લાતી પ્લોટમાં વર્ષો પછી હવે ગટર, રોડ, વરસાદી પાણીના નિકલના કામો મંજૂર થયા હોય એ કામો કરવા માટે મનપા પણ પ્રયાસો કરતું હોવાથી આ કામો થવાની આશાથી નાના મોટા ઉધોગકારોના મનમાં સમસ્યા ભૂતકાળ બની જશે તેવી આશા બંધાય છે.

મોરબીના લાતી પ્લોટમાં બીજા પણ ગેરકાયદે પાકા બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળ્યું