Monday - Jul 06, 2026

મોરબી જિલ્લાના બિલ્ડર એસોસિયેશન દ્વારા ગુજરાત સરકાર દ્વારા જંત્રી દરમાં અસહ્ય વધારા અંગે મુખ્યમંત્રીને ટાંકીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

મોરબી જિલ્લાના બિલ્ડર એસોસિયેશન દ્વારા ગુજરાત સરકાર દ્વારા જંત્રી દરમાં અસહ્ય વધારા અંગે મુખ્યમંત્રીને ટાંકીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

મોરબી:- મોરબી જિલ્લામાં જંત્રી દરમાં મોટા પ્રમાણમાં તફાવત ઉપરાંત ધરકમ વધારા બાબતે આજે મોરબી ડિસ્ટ્રીક બિલ્ડર એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને મુખ્યમંત્રીને ટાંકીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

૨૦૦%થી ૨૦૦૦ નો તોતિંગ વધારો

આવેદનપત્ર ની રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજ્યના સર્વાંગી વિકાસમાં બાંધકામ અને વ્યવસાયિક ક્ષેત્રે સૌથી વધુ પ્રદાન આપી રહેલ મહત્વનું સેક્ટર મોરબી છે જેની સાથે નાની મોટી એન્ટ્રી ડગે છે અને શહેરી વિસ્તારોમાં વધુ સૌથી વધુ રોજગારી તકોનું સર્જન કરવાની સાથે નાગરિકોને પાયાની જરૂરિયાતો પૈકી સૌથી વધુ અગત્યની મકાનની જરૂરિયાત પૂર્ણ કરે છે હાથે જ રિયલ એસ્ટેટ સેક્રેટ રાજ્ય તથા દેશના ગ્રોથ એન્જિન તરીકે ગણવામાં આવે છે સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જંત્રીનો ધર્મ વધારો ક્યારે હોવા છતાં વર્તમાન દરમાં 200 થી 2000 ધરખમ વધારો કરીને. તારીખ 20/11/2024 ના રોજ સુચીતંત્રી બહાર પાડેલ અને રાજ્યમાં આશરે 40,000 થી વધુ વેલ્યુ જોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનિકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં 18 માર્કસનો સમય થયેલ હોવાનું જણાવેલ છે રાજ્યના મોટાભાગના ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને અંગેની પ્રક્રિયાની જાણકારી સુધા નથી વધુમાં ઘણા કિસ્સાઓમાં દર્શાવેલ દર હાલની બજારની વાસ્તવિક પરિસ્થિતિથી ઘણા વધુ છે.

FSI ની રકમમાં મોટો વધારો આવશે.

જે સૂચિત જંત્રી માં દર્શાવેલ છે તેના કારણે નવા પ્લાન પાસ કરતી વખતે ભરવા પાત્ર પેઈડ FSI ની રકમ માં મોટો વધારો આવશે અને તેનો માર પણ સામાન્ય પ્રજા ઉપર પડશે સૂચિત જંત્રીમાં દર્શાવેલ દરને કારણે ભરવા પાત્ર સ્ટેમ્પ ડ્યુટી ની રકમ માં તેમ જ GSTની રકમ માં પણ ઘણો વધારો આવશે અને તેનો માર પણ સામાન્ય પ્રજાને પડશે.

જંત્રીના દરમાં વધારો થવાથી પ્રીમિયમની રકમ માં અસહ્ય વધારો થશે.

પહેલા જે ખેતી ની જમીનનો દસ્તાવેજ ખાતેદાર ખેડૂત દ્વારા કરવામાં આવતો 2015 પહેલા પરંતુ કોઈ કારણોસર આવા ખેડૂતનું ખાતેદાર ખેડૂતનું પ્રમાણપત્ર ન મળી શકે તેવા સંજોગોમાં પર્વતમાન જંત્રીના 10% લેખે પ્રીમિયમ લઈને જમીન ખેતી કરી આપવામાં આવે છે આ જંત્રીના ધર્મ વધારો થવાથી આ પ્રીમિયમની રકમમાં પણ કહી શકાય તેવો તોતિંગ વધારો થશે અને તેનું ભારણ પણ સામાન્ય પ્રજા પર આવશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આપેલ ચુકાદામાં સૂચવવામાં આવેલ ગાઈડ લાઈનનો પણ ભંગ થતો દેખાઈ રહ્યો છે.

વૈજ્ઞાનિક પદ્ધતિથી સમગ્ર ગુજરાતના દરેક વિસ્તારોની સૂચિત જંત્રી જાહેર કરી પ્રકાશિત કરી અને તે સામે વાંધા સૂચનો મંગાવવામાં આવે છે પરંતુ એ જણાવવામાં આવેલ નથી કે આ વૈજ્ઞાનિક પદ્ધતિ માટે કયો આધાર લેવામાં આવ્યો હતો આ ઉપરાંત આ જંત્રી નક્કી કરવામાં સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આપેલા ચુકાદામાં જે સૂચન કરવામાં આવેલ હતા તે ગાઈડ લાઈનનો પણ ભંગ થતો દેખાઈ રહ્યો છે. જેથી અમારી નમ્ર વિનંતી છે કે જંત્રી અમલમાં મુકતા પહેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા માં દર્શાવેલ માર્ગદર્શિકા ને ધ્યાનમાં લઈ અને આપના મૂલ્યાંકન વિભાગ દ્વારા સૂચિત જંત્રી નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાયેલ વૈજ્ઞાનિક પદ્ધતિની ફોર્મુલા અમારા અભ્યાસ માટે અમોને આપવી.

મોરબી બિલ્ડરોના મંતવ્યો:-

સંતોષભાઈ શેરશિયા:- હાલ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સંતોષભાઈ શેરસિયા જણાવ્યું હતું કે વર્ષ પહેલાં જંત્રી ધર્મ વધારો થયો હવે ફરી ટૂંક સમયમાં 200થી 2000 ટકા સુધીનો વધારો થઈ રહ્યો છે તેના સંદર્ભમાં સરકાર નાના માણસોને મકાન મોંઘા ન પડે તે માટે જનરેટરમાં ફેરફાર કરે અને બિલ્ડરોથી છેલ્લે જનતા સુધી બોજ પડવાનો છે તો ગુજરાત અત્યારે ગતિ કરી રહ્યું છે. બાંધકામ ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે જેથી જંત્રી દરથી બાંધકામ ક્ષેત્રમાં મંદી આવશે અને ગુજરાતની આ વિકાસની ગતિ મદ પડશે.

પરેશભાઈ પટેલ: મોરબીના જાણીતા બિલ્ડર પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જંત્રીનો વધારો કર્યો છે તેમાં ઘણો તફાવત છે બાજુ બાજુના ગામમાં ઘણો ફેર આવે છે જે વિકસિત વિસ્તાર છે તેના કરતાં વિકસિત નથી તેવા વિસ્તારમાં જંત્રી ઘણી વધારે છે મોરબી કરતાં ઘુનડા સજ્જનપર જેવા ગામોમાં જંત્રી વધુ છે હવે આ વિસ્તારોમાં જમીનના વેચાણ બંધ થઈ જશે ત્રાજપરમાં લાલપર કરતાં 10 ગણી જંત્રી છે બને સીમાડાના ગામ હોવા છતાં આટલો જાજો તફાવત છે.

ડી.એલ. રંગપરિયા: મોરબીના બીજા જાણીતા બિલ્ડર રંગપરીએ જણાવ્યું હતું કે જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે અગાઉ સરકારે ડબલ જંત્રી કરી નાખી તે બરાબર છે પણ હવે બીજો વધારો થાય તેવી માંગ છે આનાથી જનતાને બહુ જ પડે તેમનામાં જંત્રી 1750 થઈ ગઈ જે ઘણી વધારે છે અત્યારે તેજી દેખાય છે પણ બધા ધંધા ચાલતા નથી એટલે મંદી છે.