Wednesday - May 06, 2026

મોરબીમાં રસોઈ બનાવવા બાબતે માતા-દીકરી વચ્ચે ઝઘડો થતા ભાઈ વેરી બન્યો હતો

મોરબીમાં રસોઈ બનાવવા બાબતે માતા-દીકરી વચ્ચે ઝઘડો થતા ભાઈ વેરી બન્યો હતો

મોરબીમાં રસોઈ બનાવવા બાબતે માતા-દીકરી વચ્ચે ઝઘડો થતા ભાઈ વેરી બન્યો હતો

મોરબીમાં માતા અને બેનની હત્યા કરનાર ભાઈને આજીવન કેદની સજા

મોરબી : મોરબીના જીકીયારી ગામેં મા બહેન વચ્ચે રસોઈ બનાવવામાં  ઝઘડો થતા ભાઈ વેરી બન્યો હતો. આ બાબતનું ભાઈના મનમાં એટલું ખૂંનન્સ ભરાયું હતું કે તેણે આવેશમાં આવીને પોતાના જ ઘરનો માળો વિખી નાખ્યો હતો. જેમાં ભાઈએ માંતા અને બેનની હત્યા કર્યાનો કેસ આજે કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી વિરુદ્ધના સજ્જડ પુરાવા અને સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાને લઈને આરોપીને આજીવન કેદની સજા કટકારી હતી.

મોરબીના જીકીયારી ગામેં રહેતા દેવશીભાઈ સવજીભાઈ ભાટિયાના માતા કસ્તુરબેન અને તેમની પુત્રી સંગીતાબેન ગત તા.7/11/2020ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં રસોઈ બનાવવા બાબતે બોલાચાલી કરતા હતા. જેથી દેવશીભાઈ સવજીભાઈ ભાટિયાએ પોતાના માતા અને બહેન એમ બે માંથી એકને રસોઈ બનાવવાનું કહ્યું હતું. પણ મા અને બહેન બન્નેએ રસોઈ બનાવી જ ન હતી. આથી ભાઈનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને ભાઈ ગુસ્સામાં જ ન કરવાનું કરી બેઠો  હતો. ભાઈએએ આવેશમાં આવીને ઘરમાં  પડેલા લોખડના ધારીયાના પોતાની માતા કસ્તુરબેન અને બેન સંગીતાબેનના ગળાના ભાગે જીવલેણ ઘા મારી બન્નેની કરપીણ હત્યા નિપજાવી હતી.આ બેવડી હત્યાનો કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા 18 મૌખિક અને 29 દસ્તાવેજી પુરવા તેમજ સરકારી વકીલ વિજય જાનીની ધારધાર  દલીલોને ધ્યાને લઈને નાની વાતમાં મા બેનની હત્યા કરનાર આરોપી દેવશી ઉર્ફે કાળું સવજીભાઈ ભાટીયાને આજીવન કેદની સજા ફટકારી  છે.