મોરબી : મોરબી શહેર તેમજ તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં અવાર - નવાર વિદેશી દારૂના ગુન્હાઓ આચરતા ત્રાજપર ગામના નામચીન બુટલેગર વિરુદ્ધ પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત કરતા પાસા દરખાસ્ત મંજુર થતા ક્રાઇમબ્રાન્ચની ટીમે બુટલેગરને ઝડપી લઈ ભાવનગર જિલ્લા જેલમાં ધકેલી દીધો હતો.
મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર વિદેશી દારૂ વેચાણના કિસ્સામાં પોલીસ ચોપડે ચડી ગયેલા આરોપી વાલજી ઉર્ફે વાલો શામજીભાઈ ઝંઝવડીયા ઉ.વ.36 રહે.ત્રાજપર વાળા વિરુદ્ધ પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત મુકતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.જેને પગલે મોરબી ક્રાઈમબ્રાન્ચ દ્વારા આરોપી વાલજી ઉર્ફે વાલાને ઝડપી લઈ જિલ્લા જેલ ભાવનગર ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો.