મોરબી:- મોરબીના જુના આરટીઓ પાસે પુલ ઉપરથી એક યુવકે પડતું મૂક્યું હતું. જેમાં ફાયરની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી હતી, શોધખોળ દરમિયાન યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે મોરબીના જુના આરટીઓ પાસેના પુલ પાસે એક યુવકે બાઈક મૂકીને ત્યાંથી પડતું મૂક્યું હતું. જેમાં ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં બીજા દિવસે યુવકનો મૃતદેહ ફાયર બ્રિગેડને મળી આવ્યો હતો, મળતી માહિતી મુજબ મૃતક યુવકનું નામ અમિત દેવરાજભાઈ કરોતરા ઉંમર વર્ષ 27 રહે જેલ ચોકવાળાનું જાણવા મળ્યું છે. હાલ આ યુવકના મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી બનાવ પાછળનું કારણ શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે.