Thursday - Jul 02, 2026

મોરબીની વીસી ફાટક સામેની શાળાના વૃક્ષ ઉપર યુવકનો લટકતો મૃતદેહ મળ્યો

મોરબીની વીસી ફાટક સામેની શાળાના વૃક્ષ ઉપર યુવકનો લટકતો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં વીસી ફાટક સામે આવેલી બુનિયાદી કન્યા શાળાના ગ્રાઉન્ડમાં આજે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ એક યુવકની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી.

શાળાએ વિદ્યાર્થીઓને વાલીઓ મૂકવા આવ્યા ત્યારે ગેટ ખોલતા વૃક્ષ ઉપર યુવકની લટકતી લાશ જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. આથી તાત્કાલિક શિક્ષકોને જાણ કરી હતી. શિક્ષકે આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે લાશને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે. પોલીસ સૂત્રોના પ્રાથમિક અનુમાન મુજબ, મૃતક યુવાન ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાની શક્યતા અને આ બનાવ મોડી રાત્રે બન્યો હોવાનું માનવામાં આવે છે. યુવકની ઓળખ મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિકો એકઠા થયા હતા