Saturday - May 16, 2026

મોરબીમાં 680 જેટલા યુવાઓને રોજગાર, આઈટીઆઈના તાલીમાર્થીઓને એપ્રેન્ટીસ પત્ર અપાયા

મોરબીમાં 680 જેટલા યુવાઓને રોજગાર, આઈટીઆઈના તાલીમાર્થીઓને એપ્રેન્ટીસ પત્ર અપાયા

વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લાકક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

મોરબી : વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લામાં રોજગાર વિનિમય કચેરી દ્વારા પંચમુખી હનુમાનજી ખાતે આયોજિત જિલ્લા કક્ષાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો. જે કાર્યક્રમ અન્વયે 680 જેટલા યુવાઓને રોજગાર પત્ર અને એપ્રેન્ટીસ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
 
મોરબીમાં 680 જેટલા યુવાઓને રોજગાર, આઈટીઆઈના તાલીમાર્થીઓને એપ્રેન્ટીસ પત્ર અપાયા

વિકાસ સપ્તાહ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન સરકારની અસરકારક ઔદ્યોગિક નીતિના કારણે આજે ગુજરાત રાજ્ય વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ થકી અનેક રોજગારીનું સર્જન થયું છે અને ગુજરાતમાં રોજગાર માટે સાનુકૂળ વાતાવરણનું સર્જન થયું છે. રોજગાર કચેરી ખાતે કાર્યરત રોજગાર અને માહિતી કેન્દ્ર અનેક લોકોને રોજગાર તેમજ કારકિર્દીલક્ષી માહિતીની સાથે રોજગારી પૂરી પાડવા માટેનું મહત્વનું પગલું સાબિત થયું છે. તેમણે સરકારના અનુબંધમ પોર્ટલ વિશે પણ માહિતી આપી હતી. સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં ગુજરાત સરકારના શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત મોરબી રોજગાર અને વિનિમય કચેરી દ્વારા રોજ પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમા સંકુલ સામે, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘રોજગાર પત્ર તથા આઈટીઆઈના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત અને ઉદ્યોગો સાથે આઈટીઆઈના અપગ્રેડેશન માટે MOU માટેના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.