Sunday - Jun 28, 2026

મોરબીમાં પુલ નીચે મચ્છુ નદી પરના બેઠા પુલ પરથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો

મોરબીમાં પુલ નીચે મચ્છુ નદી પરના બેઠા પુલ પરથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબીમાં પુલ નીચે મચ્છુ નદીના બેઠા પુલ પાસેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આ વ્યક્તિ સવારે ન્હાવા પડ્યા બાદ પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું છે. બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી મૃતદેહને પીએમ અર્થે મોકલી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.