Wednesday - Apr 22, 2026

હળવદના દિઘડિયા ગામેં જંગલમાંથી જમીનમાં દાટેલા નવજાત શિશુનો મૃતદેહ મળ્યો

હળવદના દિઘડિયા ગામેં જંગલમાંથી જમીનમાં દાટેલા નવજાત શિશુનો મૃતદેહ મળ્યો

હળવદ : હળવદ તાલુકાના દીઘડીયા ગામની સીમ વિસ્તારમાં આવેલ જંગલમાંથી જમીનમાં દાટેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે.પોલીસ દ્વારા હાલ આ નવજાત શિશુને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી આગળની તપાસ હાથ ધરી છે.

હળવદના દિઘડીયા ગામની સીમ વિસ્તારમાં આવેલ જંગલમાં આજે બપોરના સમયે સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા વ્યક્તિને જમીનમાં કંઈક દાટેલું હોવાની શંકા જતા તેને ફોરેસ્ટના અધિકારીને જાણ કરી હતી જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા પોલીસનો સંપર્ક કરી ઘટના સ્થળે પહોંચી ખોદકામ કરતા ચૂંદડીમાં ડાટેલું નવજાત શિશુ મળી આવ્યું હતું.

પોલીસ દ્વારા નવજાત શિશુનો કબજો લઈ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી આ નવજાત શિશુને જંગલ વિસ્તારમાં કોણ દાટી ગયું છે? આ નવજાત શિશુ કોનું છે ? તેમ સહિતની તપાસ હાથ ધરી છે

હળવદના દિઘડિયા ગામેં જંગલમાંથી જમીનમાં દાટેલા નવજાત શિશુનો મૃતદેહ મળ્યો