Tuesday - May 12, 2026

કૌટુંબિક બનેવીની બહેનને મેસેજ કરવાનો લોહિયાળ અંજામ, સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા

કૌટુંબિક બનેવીની બહેનને મેસેજ કરવાનો લોહિયાળ અંજામ, સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક મેસેજ કરનાર કૌટુંબિક સાળા હત્યા મામલે બે સામે ગુનો દાખલ

મોરબી : મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક ગઈકાલે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં સમાધાન માટે ભેગા થયેલા બે જૂથ વચ્ચે બઘડાટી બોલી જતા ન્યુ નવલખી ટાટા નગરના યુવકને છરીના ઘા ઝીકી દેવતા મૃત્યુ નીપજ્યું હતું.હત્યાના આ બનાવમાં મૃતક યુવક તેના કૌટુંબિક બનેવીની બહેનને ફોનમાં મેસેજ કરતો હોય જે બાબતના ઝઘડાના મનદુઃખમાં સમાધાન સમયે જ મામલો વણસતા વાત હત્યા સુધી પહોંચી હતી. આ બનાવમાં પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

માળીયા મિયાણા તાલુકાના ન્યુ નવલખી, ટાટાનગરમાં રહેતા ફરિયાદી હસનભાઈ અબ્દુલભાઇ સોતા ઉ.30એ આરોપી આસિફ ઈલિયાસ દલ અને આરોપી હુસેન ઇબ્રાહિમભાઈ સાઈચા રહે.ન્યુ નવલખી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,આરોપી આસિફ ઇલીયસ દલ ફરિયાદીના કૌટુંબિક બનેવી થાય છે અને ફરિયાદીનો નાનો ભાઈ અબ્બાસ અબ્દુલભાઇ સોતા ઉ.વ.29 અસિફની બહેનને મેસેજ કરવાની સાથે ફોનમાં વાતો કરતો હોવાથી બન્ને વચ્ચે મનદુઃખ ચાલતું હતું.જેમાં ગઈકાલે આરોપીઓ સાથે સમાધાન માટે પીપળીયા ચાર રસ્તા નજીક ભેગા થયા હતા ત્યારે બન્ને આરોપીઓએ અચાનક હુમલો કરી અબ્બાસને આરોપી આસિફે છરીના ઘા ઝીકી દઈ તેમજ આરોપી હુસેને ફરિયાદી તેમજ સાહેદ સુલતાનને લોખંડના પાઇપ વડે ઇજાઓ પહોંચાડતા બન્ને વિરુદ્ધ હત્યા અને હત્યાની કોશિશ સહિતની બાબતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.