Monday - Mar 09, 2026

બેંક ઓફ બરોડાએ સામાજિક જવાબદારીની સાથે સ્થાપના દિવસ ઉજવ્યો.

બેંક ઓફ બરોડાએ સામાજિક જવાબદારીની સાથે સ્થાપના દિવસ ઉજવ્યો.

મોરબી:- આજ રોજ બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના દિવસ અંતર્ગત બેંક ઓફ બરોડા ત્રાજપર શાખા દ્વારા લાલપર તાલુકા શાળામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં બેંક શાખાના મેનેજર સંજીવકુમાર મિશ્રા અને રીલેશનશીપ મેનેજર અંબુજ ગુપ્તા અને પ્રકાશભાઈ ખટાણા ઉપસ્થિત રહ્યા હતા. 
 
બેંક ઓફ બરોડાએ સામાજિક જવાબદારીની સાથે સ્થાપના દિવસ ઉજવ્યો.

બેંક ઓફ બરોડા દ્વારા એક સામાજિક જવાબદારી નિભાવી.

બેંક ઓફ બરોડાની સ્થાપના વડોદરા ના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ ૩ દ્વારા ૨૦ જુલાઈ 1908 માં વડોદરા ખાતે કરવામાં આવી હતી. બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના દિવસ નિમિતે આજે લાલપર તાલુકા શાળાના બાળકોની મુલાકાત લીધી હતી બેંક ઓફ બરોડા દ્વારા લાલપર તાલુકા શાળામાં આજે બે પંખા અને કબાટ તેમજ નાના નાના ભૂલકાઓને પુસ્તકો અને મીઠાઈ આપી સ્થાપના દિવસની સાર્થક ઉજવણી કરી હતી.શાળા પરિવાર અને બાળકો દ્વારા બેંક ઓફ બરોડા ત્રાજપર શાખાનો આભાર માનવામાં આવ્યો હતો.

બેંક ઓફ બરોડાએ સામાજિક જવાબદારીની સાથે સ્થાપના દિવસ ઉજવ્યો.