Saturday - May 18, 2024

હળવદના ચુપણી ગામે પ્રૌઢની નજીવી બાબતમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ, આરોપી અગાઉ પણ બે ગુન્હામાં પોલીસની ઝપટે ચડી ચુક્યો છે

હળવદના ચુપણી ગામે પ્રૌઢની નજીવી બાબતમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ, આરોપી અગાઉ પણ બે ગુન્હામાં પોલીસની ઝપટે ચડી ચુક્યો છે

હળવદમાં હોળી અને ધુળેટીના પર્વ ઉપર જાતભાતના સ્નેહસભર રંગોને બદલે બે કૌટુંબિક ભાઈઓ દ્વારકાધીશના દર્શને એકસાથે બાઇકમાં નીકળ્યા બાદ અચાનક બાઇકમાં પાછળ રહી ગયેલા શખ્સના મગજમાં એટલી હદે ખૂંન્સ સવાર થયું કે, દ્વારકા ખાતે દર્શન કરવાથી પાછળ રહી જનાર શખ્સે  આ ગામમાં પરત આવી ઝઘડો કરી આધેડને છરીના ઘા ઝીકી હત્યા કરી નાખતા પોલીસે તેની ધરપકડ કરી છે.

હળવદ તાલુકાના ચુપણી ગામે રહેતા રામાભાઇ મોહનભાઇ ઓળકીયા ઉ.વ 55ની આરોપી ગણેશભાઇ વાલજીભાઇ ઓળકીયાએ છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. આ હત્યાના બનાવ અંગે મૃતકના પુત્ર ભરતભાઈ રામાભાઇ ઓળકીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ચારેક દિવસ પહેલા હોળી ધુળેટીના પાવન અવસરે ફુલડોલ ઉત્સવમાં હાજરી આપવા તેમના પિતા રામાભાઇ અને આરોપી ગણેશભાઈ મોટર સાયકલ લઈને દ્વારકાધીશના દર્શને જવા નીકળ્યા બાદ આરોપી ગણેશભાઈ પાછળ રહી જતા તેઓએ ઉશ્કેરાઈને પરત આવી રામાભાઇ સાથે ખાલી ખોટી માથાકૂટ કરી તું કેમ મારી સાથે રહ્યો ન હતો ? હવેથી મારા ખેતરમાંથી ચાલતો નહીં કહેતા મૃતક રામાભાઇએ પણ આરોપી ગણેશને ખેતરમાંથી ન ચાલવું તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી ગણેશે છરીના ઘા ઝીકી દઈ રામભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને વચ્ચે પડેલા મૃતકના પત્ની વાલીબેનને પણ હાથમાં પણ છરી ઝીકી દેતા તેનું મોત થવાથી હત્યાના આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.