Friday - Mar 21, 2025

મોરબીના જાબુડિયા ગામે આસપાસ ઉધોગોના પ્રદુષણની માથે હવે કચરાના ગંજના પહાડ ખડકાયા

મોરબીના જાબુડિયા ગામે આસપાસ ઉધોગોના પ્રદુષણની માથે હવે કચરાના ગંજના પહાડ ખડકાયા

મોરબીના જંબુડિયા ગામમાં છેલ્લા 20 વર્ષથી સીરામીક સહિતના ઉદ્યોગોના પ્રશ્ને નાગચુંડની જેમ એટલો ભીંડો લીધો છે કે, હવે આ ગામને પ્રદુષણની પીડામાંથી મુક્ત થવું આસન નહિ રહે. આટલું ઓછું હોય એમ જાબુડિયા ગામ નેશનલ હાઇવેને ટચ કરતું હોય ઉપયોગ આ હાઇવે ઉપર ઉદ્યોગો તેમજ નાના મોટા કારખાનાને લગતા સાધન સુવિધાઓ સાથે અન્ય નાના લઘુ ઉદ્યોગનું પ્રદુષણ ગ્રામજનોને ભારે નડતું હોવા છતાં આ પ્રદુષણ બંધ કરાવવા એક હરફ પણ ઉચ્ચારતા નથી.

મોરબીના જંબુડિયા ગામના સરપંચ કહે છે કે, મોરબીથી થોડા અંતરે આવેલા જાબુડિયા ગામ આઝાડીથી બાજુમાં આવેલ રફાળેશ્વર ગામ એમ આ બન્ને ગામની એક જ સરખી પંચાયત હોય વારંવાર ગ્રાન્ટ તેમજ સરકારી યોજનાઓમાં બન્ને ગામોના હિતમાં જ કામો થાય છે. જો કે વર્ષો પહેલા એટલે રાજાશાહી વખતમાં તેમના પૂર્વજો જૂનાગઢ જિલ્લાના જાબુડા ગામથી અહીં એટલે આ ગામે આવીને વસવાટ કરતા જાબુડા ગામથી અહીં આવ્યા હોય એટલે જે તે વખતે આ ગામનું નામ જાબુડિયા રાખવામાં આવ્યું હતું. આ બેય ગામની હાલ 12 હજાર જેટલી વસ્તી હોય અને ઉપરથી આ બન્ને ગામ શહેરથી એકદમ નજીક હોય અને પ્રદુષણથી ખેતીનો ધીરેધીરે ભોગ લેવાતો હોય અને ઘરેઘરે નળ, 90 ટકા રોડ સારા, લાઈટો છે અને પાણીનું મોટું સુખ છે.

મોરબી નગરપાલિકાની મોટી અવળચંડાઇ

ગામના આરોગ્ય માટે અગાઉ દવાખાનું હતું પણ તેને પાણી નાખ્યું હોય હવે નવેસરથી દવાખાનું બનાવશે. હાલ ગામમાં એક ભાડે ઘરમાં દવાખાનું ચાલે છે. ગામલોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને મજૂરી તેમજ આ ગામને બીજા અન્ય ગામો સાથે જોડતા રસ્તા એકદમ સારા છે. જ્યારે એક મોરબી નગરપાલિકાની મોટી અવળચંડાઇ છે. જેમાં જાબુડિયા ગામથી આગળ રફાળેશ્વર ગામ નજીક વર્ષોથી ડંપીગ સાઈટ બનાવેલી હોય તેમ છતાં નગરપાલિકાનો સ્ટાફ જ ઘરેઘરેથી જોખમી કે સીધો સાદો કચરો એકત્ર કરી ગેરકાયદે જાબુડિયા ગામ પાસે ઠાલવે છે. તેનાથી ભયાનક ગંદકી ફેલાય છે.