દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ મહારાજે પ્રસાદના વિવાદ ઉપર આપી પ્રતિક્રિયા
મોરબી : મોરબીના ખોખરા હનુમાનજી ધામ ખાતે આજે દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ મહારાજ.પધાર્યા હતા. તેમણે પ્રસાદના વિવાદ ઉપર પ્રતિક્રિયા આપી હતી અને તિરૂપતિ મંદિરે પ્રસાદમાં ભેળસેળ કરનારને કઠોર સજા થવી જોઇએ તેવું જણાવ્યું હતું.
મોરબીના બેલા પાસે ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે જગતગુરુ શંકરાચાર્યનું આગમન થયું હતું. દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ મહારાજે પ્રસાદના વિવાદ ઉપર મોટી પ્રતિક્રિયા આપીને તીરૂપતિ મંદિરની ઘટના હિન્દુઓ સાથે મોટો છલ હોવાનું જણાવી , કરોડો રૂપિયા મંદિરમાં આવે છે તો ગૌ શાળા કેમ નથી રાખતા: તેવો સદાનંદજી મહારાજ આક્રોશ ઠાલવ્યો હતો. સાથેસાથે સરકાર કોઇપણ હોય સરકારી હસ્તક્ષેપ કોઇપણ ધાર્મિક સંસ્થામાં ન હોવો જોઇએ, ધર્માચાર્યના આદેશનું પાલન થવુ જોઇએ તેવું સદાનંદજી મહારાજે કહ્યું હતું. તીરૂપતિના પ્રદાસમાં હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી, જે લસણ-ડુગરી નથી ખાતા તેને ચરબીના લડુ ખવડાવ્યા છે. મંદિર અને ધર્મસ્થાન હિન્દુઓનું કોન્દ્ર બીન્દુ છે, તરૂપતિ મંદિરે પ્રસાદમાં ભેળસેળ કરનારને કઠોર સજા થવી જોઇએ. શાસ્ત્રોના જાણકાર કોઇ તીરૂપતિમાં વહીવટ કર્તા હોત તો આવી ભુલ થઇ ન હોત, પવિત્ર ગાય માતાના ઘીનો જ ઉપયોગ કરવો જોઇએ તેવું તેમણે જણાવ્યું હતું.