Friday - Jun 12, 2026

મોરબીમાં 20 કિલો ગાંજો પકડવાના કેસમાં આરોપીને 10 વર્ષની જેલ

મોરબીમાં 20 કિલો ગાંજો પકડવાના કેસમાં આરોપીને 10 વર્ષની જેલ

મોરબી : મોરબીમાં 20 કિલો ગાંજો સાથે પકડાઈ જવાના વર્ષ 2019ના કેસમાં સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં એક આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

વર્ષ 2019માં મોરબીની બસમાં ખાનગી ટ્રાવેલ્સ બસમાં સુરતથી ગાંજાનો 20 કિલો 245 ગ્રામ જથ્થો કિંમત રૂ. 1.12 લાખ મંગાવી ઓફિસેથી પાર્સલ લઈને જતી વેળાએ પકડાઈ જતા એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે કેસ મોરબી સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા અહેમદ ઉર્ફે આમદો ઉર્ફે ભુરો સતારભાઈ મેમણ ઉ.વ.૪૧, રહે.કુબેરનાથ રોડ, મોચી શેરી સામે, ગ્રીન ચોક, મોરબીવાળાને 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.50 હજારનો દંડ અને આરોપી જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 1 વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી વકીલ વિજય જાની રોકાયેલ હતા.