માળીયા (મી): મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાની વવાણીયા કન્યા અને તાલુકા શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને" 3 D શો" દ્વારા બ્રહ્માંડ દર્શન, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, સૌર મંડળ ઉપરાંત ડાયનાસોરની દુનિયા,દરિયાઈ જીવ સૃષ્ટિ, પ્રાણીઓ,વાહનો વગેરે "3 D શો" નિહાળવાનો બને શાળાના વિધાર્થીઓને સારો લાહવો મળ્યો અને શિક્ષકોની મહેનતથી આ "3 D શો" નિહાળ્યા બાદ વિધાર્થીઓએ ખુબ જ રોમાંચક અને આશ્ચર્યજનક અનુભવ કર્યો.વિદ્યાર્થીઓને આ "3 D શો" જોવાની ખુબ જ મજા પડી. આ આયોજનનો હેતું વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃતિ ખીલે અને તેઓ ટેકનોલોજી પ્રત્યે માહિતગાર બને અને તેમનામાં જાગૃતિ વૃતિ ખીલે તે હતું.