ગોંડલના ઘોઘાવદર ગામે આગામી કારતક સુદને શનિવારે તા.2/11 ના રોજ સંત દાસીજીવણની 275મી પુણ્યતિથિ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાપ્રસાદ, ભજન-સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે ભજન સંતવાણીમાં નામી કલાકારો ભારે જમાવટ કરશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.