Monday - Apr 27, 2026

તેરા તુઝકો અર્પણ : મોરબીમાં ખોવાયેલા 41 મોબાઈલ શોધી પરત કરતી એ ડિવિઝન પોલીસ

તેરા તુઝકો અર્પણ : મોરબીમાં ખોવાયેલા 41 મોબાઈલ શોધી પરત કરતી એ ડિવિઝન પોલીસ

મોરબી : તેરા તુજકો અર્પણ ઝુંબેશ હેઠળ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ખોવાયેલ 41 મોબાઈલ શોધી કાઢી ડીવાયએસપીના હસ્તે મૂળ માલિકોને પરત અપાવ્યા છે. આ વેળાએ ડીવાયએસપીએ લોકોને અપીલ કરતા કહ્યું હતું કે હમેશા બીલવાળા જ મોબાઈલ લેવાનો આગ્રહ રાખવો. જેથી મોબાઈલ ખોવાઈ જાય ત્યારે પોલીસ મદદ કરી શકે.

તેરા તુઝકો અર્પણ : મોરબીમાં ખોવાયેલા 41 મોબાઈલ શોધી પરત કરતી એ ડિવિઝન પોલીસ
તેરા તુઝકો અર્પણ : મોરબીમાં ખોવાયેલા 41 મોબાઈલ શોધી પરત કરતી એ ડિવિઝન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર આર.એસ.પટેલ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ના અરજદારોના ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.સર્વેલન્સ સ્ટાફના અનાર્મ એ.એસ.આઈ રાજદીપસિંહ રાણા નાઓએ "CEIR પોર્ટલનો ઉપયોગ કરી "CEIR”માં એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી નીચે મુજબ ના મોબાઇલ નંગ. 41 કી.રૂ. 8,37,047/- ના શોધી પબ્લીકને પરત આપી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી સીટી એ ડીવીજન પોલીસ એ સાર્થક કરેલ છે.

તેરા તુઝકો અર્પણ : મોરબીમાં ખોવાયેલા 41 મોબાઈલ શોધી પરત કરતી એ ડિવિઝન પોલીસ