હળવદ : હળવદ તાલુકાનાં નવા માલણીયાદ ગામની શ્રી નરનારાયણનગર પ્રાથમિક શાળામાં કુલ 3 બાળકો જેમાં 1 પરમાર હેત સુખદેવભાઈ, 2 કણઝરીયા જૈનિલ રણછોડભાઈ, 3 પરમાર નમન અશ્વિનભાઈએ જવાહર વિદ્યાલય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીના માતા-પિતા સહિત શાળાના શિક્ષકગણના સંયુક્ત પ્રયાસના પરિણામ સ્વરૂપે નવોદય પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ પરીક્ષામાં પાસ થવા બદલ શાળા પરિવાર તરફથી પસંદ થયેલ તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.