મોરબીમાં પાટીદાર સમાજના વિવિધ સંગઠનો પેકી એક પાટીદાર શિક્ષક સમાજ માત્ર શિક્ષણ જ નહીં પણ સમાજનું ભલું પણ કરે છે. સમાજના દરેક સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ સામાજિક ઉત્થાનના કાર્યો માટે પાટીદારો શિક્ષકોની ટિમ સદાય અગ્રેસર રહે છે. સમાજના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદરૂપ થવું તેમજ સમાજના સમૂહલગ્ન સહિતની પ્રવૃત્તિઓમાં અનેરું યોગદાન આપે છે. આ પાટીદાર શિક્ષકો દેશના ભવિષ્યની સાથે સમાજના ચિરિત્ર્યનું પણ ઘડતર કરે છે.
મોરબી તાલુકાના પટીદાર સમાજના પ્રાથમિક શિક્ષકોનું પાટીદાર શિક્ષક સમાજ નામનું સંગઠનમાં હાલ અંદાજે 700 શિક્ષક ભાઈઓ અને બહેનો જોડાયેલા છે.આ સંગઠન દ્વારા વર્ષ દરમિયાન સમાજના શિક્ષકોને તેની પ્રતિભાના જોરે સરકાર તરફથી એવોર્ડ કે વિશિષ્ટ સન્માન મળે તો તેમને બિરદાવવા માટે સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે. એટલું જ નહીં પટીદાર સમાજમાં જ્યાં પણ સેવાની જરૂર પડે ત્યારે આ શિક્ષકોની ટિમ ખડેપગે રહે છે. પાટીદાર સમાજના સમૂહલગ્ન, રક્તદાન સહિતની ઘણી બધી સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં આ શિક્ષકોની ટીમે બનતી તમામ મદદ કરે છે. આ સંગઠન દ્વારા દર બે મહિને મીટીંગ કરવામાં આવે છે. જેમાં સમાજ શિક્ષણમાં કેમ આગળ વધે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ કેટલા અને તેમને શિક્ષણમાં મદદરૂપ થવા માટે ચિંતન મનન કરી આવા વિદ્યાર્થીઓને સહાય પણ આપવામાં આવે છે.
પાંચ વર્ષ પહેલાં શિક્ષકોનું સંગઠન રચાયું
કોઈ સમાજમાં શિક્ષકોનું કદાચ સંગઠન નહિ હોય. પાંચ વર્ષ પહેલાં પાટીદાર શિક્ષક સમાજ સંગઠનનો પાયો નખાયો હતો. આ સંગઠન શરૂ થયું ત્યારે ટીમમાં માત્ર 200 શિક્ષકો હતા. અત્યારે એ સંખ્યા 700એ પહોંચી છે. આ સંગઠન શરૂ કરવાનો હેતુ માત્ર સમાજને ઉપયોગી થવાનો છે અને એ દેશમાં શિક્ષકોની ટીમ ખૂબ જ યોગદાન આપી રહી છે.
અત્યાર સુધીમાં 75 વધુ વિદ્યાર્થીઓને સહાયભૂત થયા
પાટીદાર શિક્ષક સમાજનું સ્વભંડોળ હોય છે એમાંથી સમાજના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મદદરૂપ થાય છે. જેમાં અત્યાર સુધીમાં સમાજના 75 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષક માટે આર્થિક અને શૈક્ષણિક રીતે મદદરૂપ થયા છે. આ વિદ્યાર્થીઓના શિક્ષણની સતત ખેવના કરે છે. દર બે મહિને મીટીંગ કરીને જેટલા જરૂરિયાતમંદ હોય અને ભણવામાં મદદરૂપ થાય છે.
વિદ્યાર્થીઓને મદદરૂપ થવા સભ્ય ફી 100 રૂપિયા રખાઈ
સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ થવા માટે પાટીદાર શિક્ષક સમાજની સભ્ય ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. જે સભ્ય જોડાય તેને 100 રૂપિયા આપવાના રહે છે.આથી સંગઠનમાં સ્વભંડોળ રહે અને તેમાંથી વિદ્યાર્થીઓને મદદરૂપ થઇ શકાય તેવો હેતુ છે.
દાતા તરફથી મળતી રકમને સેવાકીય કામોમાં વપરાય છે
પાટીદાર શિક્ષક સમાજ સંગઠનને સેવા કાર્ય કરવા માટે દાતાઓ તરફથી દાનની સરવાણી સતત વહેતી રહે છે. આ દાંતાઓ તરફથી મળતી રકમને અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓમાં વપરાય છે. સમૂહલગ્ન સહિતની પ્રવૃત્તિઓમાં યોગદાન પણ આપે છે અને જરૂરતમંદની મદદ પણ કરવામાં આવે છે. જ્યાં પણ સમાજને મદદની જરૂર પડે ત્યાં આ શિક્ષકોની ટીમ તુરત હાજર થઈ જાય છે.
નિવૃત્તિ સન્માન સમારોહ
પાટીદાર શિક્ષક સમાજ દ્વારા વર્ષમાં એકવાર સ્નેહમિલન તેમજ નિવૃત્તિ સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં કોઈ શિક્ષક નિવૃત થતા હોય તો તેમના માટે જાહેરમાં માનભેર વિદાય આપવામાં આવે છે. આ નિવૃત શિક્ષકના અનુભવો અને તેમણે હાંસલ કરેલી સિદ્ધિ તેમજ વિશિષ્ટ કાર્યને યાદ કરીને સન્માન કરવામાં આવે છે. બીજા શિક્ષકો પ્રેરણા મેળવે તે માટે સારા શિક્ષકોને બિરદાવવામાં આવે છે.