Saturday - Apr 25, 2026

ટંકારાના સાવડી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, આરોપી નાસી છૂટ્યો

ટંકારાના સાવડી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, આરોપી નાસી છૂટ્યો

ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે સાવડી ગામથી ઓટાળા ગામ જવાના કાચા રસ્તે નદીના કાંઠેથી 50 લીટર દેશી દારૂ તેમજ દેશી દારૂની ભઠ્ઠીના સાધનોમાં ગેસના ચૂલા, સ્ટીલની થાળી, ગરણી અને પતરાના બેરલ સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન આરોપી રવિરાજસિંહ વિક્રમસિંહ જાડેજા રહે. દેડકદળ તા.ધ્રોલ, જિલ્લો. જામનગર વાળો હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.