Saturday - May 02, 2026

ટંકારાના GRD જવાનોએ અકસ્માત ગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવ્યો.

ટંકારાના GRD જવાનોએ અકસ્માત ગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવ્યો.

ટંકારા:- ટંકારામાં GRD તરીકે ફરજ બજાવતા ત્રણ GRD જવાનોએ માનવતાલક્ષી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં મેઘપરથી ટંકારા નોકરી પર આવી રહ્યા હતા ત્યારે ઘોડા પીરની ધારથી ખીજડીયા ગામ વચ્ચેના રસ્તા પર એક અલ્ટો કાર અને ખુટીયાનો અકસ્માત થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
 
ટંકારાના GRD જવાનોએ અકસ્માત ગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવ્યો.

જેમાં અકસ્માતમાં ઘાયલ થયા વ્યક્તિને ઝાલા શક્તિસિંહ ઇન્દ્રજીતસિંહ,જાડેજા બીજરાજસિંહ જયપાલસિંહ અને ઝાલા ભગીરથસિંહ પ્રતાપસિંહ નામના ત્રણેય જી.આર.ડી જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળેથી ઘાયલ વ્યક્તિને ટંકારાની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા,
 જેમાં ઘાયલ વ્યક્તિને વધુ પડતું લોહી નીકળતું હોવાથી જવાનોએ તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ જી.આર.ડી ઇન્ચાર્જ જી.એ.પરમાર પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા.જવાનોની આ સમયસરની અને માનવતા ભરી કાર્યવાહી બદલ ત્રણે જવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો,

ટંકારાના GRD જવાનોએ અકસ્માત ગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવ્યો.
ટંકારાના GRD જવાનોએ અકસ્માત ગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવ્યો.