Monday - May 04, 2026

મોરબીના સાઇબર ફ્રોડના આરોપી બિહારથી ઝડપી લેતી તાલુકા પોલીસ

મોરબીના સાઇબર ફ્રોડના આરોપી બિહારથી ઝડપી લેતી તાલુકા પોલીસ

આરોપી સામે ઓરીસ્સા, તેલગંણા, ફરીદાબાદ (હરીયાણા),મહારાષ્ટ્ર રાજયોમાં અલગ અલગ ગુન્હા નોંધાયેલા હોવાનું ખુલ્યું


મોરબી : હવે ઓનલાઈન ફ્રોડ આચરવું ભેજાબાજો માટે સરળ બન્યું છે. આ ભેજાબાજોને ખબર નથી કે પોલીસ પણ હવે સાઈવર ક્રાઇમથી એલર્ટ બની ગઈ છે. આથી સાઇબર ક્રાઇમનું નેટવર્ક ભેદીને પોલીસ ભલભલા આરોપીઓ ગિરહબાન સુધી પહોંચી જાય છે. મોરબીના આવા જ એક સાઇબર ક્રાઈમ આરાધના ગંભીર બનાવનું નેટવર્ક બિહાર હોવાનું ખુલતા મોરબી તાલુકા પોલીસે આ ઓનલાઈન છેતરપીડીના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપીને બિહાર રાજય ખાતેથી પકડી પાડયો હતો.

મોરબી તાલુકા એ.પાર્ટ ૪૦૬,૪૨૦,૧૨૦(બી),૪૧૯,૪૬૫,૪૬૭. ૪૬૮,૪૭૧,૪૭૪ તથા આઇ.ટી. એકટ કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી કૌશેલેન્દ્રકુમાર લલ્લકુમાર સુલતાના મહતો  (રહે ચકલાઈગામ તા.વરસાલીગંજ જી.નવાદા બિહાર) છેલ્લા છ વર્ષથી નાસતા-ફરતા હોય જેને શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ ઇનપેક્ટર એસ. કે યારેલના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવી બિહાર ખાતે તપાસમાં મોકલી જયાં હ્યુમનસોર્સ તથા ટેકનીકલ વર્ક કરીને આરોપીને તેમના ઘરેથી ઝડપી લીધો હતો અને આરોપીને મોરબી લાવી ઉલટ તપાસ કરતા તેની સામે મોરબી ઉપરાંત દેશના ઓરીસ્સા, તેલગંણા, ફરીદાબાદ (હરીયાણા),મહારાષ્ટ્ર રાજયોમાં અલગ અલગ ગુન્હા નોંધાયેલા હોવાનું ખુલ્યું હતું. આરોપી ઓનલાઈન સ્કીમની લાલચ આપીને છેતરપીંડીની એવી માયાજળ રચતો કે ભલભલા મહારથીઓ તેમાં ફસાઈ જતા હતા અને મોરબી તાલુકા વિસ્તારમાં આવી રીતે છેતરપીંડીનો ગુનો આચાર્યો હતો. જે ગુનામાં આરોપીને પકડવામાં મોરબી પોલીસને છ વર્ષે પકડવાના સફળતા મળી છે. આ આરોપીની મોડ્સ ઓપરેન્ડી એ હતી કે, આરોપી ફોન કરીને ખોટી અલગ અલગ પેટ્રોલીયમ કંપનીના કર્મચારીઓની ઓળખ આપીને પેટ્રોલપંપનું લાયસન્સ આપવાની લાલચ આપી તેમજ લોન આપવાની, તેમજ અલગ અલગ ઓનલાઈન સ્કીમની લાલચ આપી કરીયાદી પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈા ટ્રાન્સફર કરાવીને છેતરપીડી આચરવાના ગુનાને અંજામ આપતો હોવાનું ખુલ્યું છે.

પોલીસનો પ્રજાજોગ સંદેશ

પોલીસ દ્વારા મોરબીના તમામ પ્રજાજનોને સંદેશ આપવામાં આવે છે કે, કોઇપણ અજાણ્યા મોબાઇલ ફોન ઉપરથી ફોન આવેતો બેન્ક એકાઉન્ટની ડીટેઇલ્સ આપવી નહી તથા કોઇપણ લીક ઓપન નહી કરવી તેમજ કોઇ પણ સ્કીમની લાલચ આપે તો અજાણ્યા બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા નહી તેમજ વોટસઅપ, ફેસબુક,ઇન્સટાગ્રામ એપ ઉપરથી અજાણ્યા માણસોના વિડિયો કોલ ઉપાડવા નહી તેમજ કોઇપણ અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ફોન આવે તો નજીકના પોલીસ સ્ટેશન તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણકારી આપવી.