મોરબી : મોરબી શહેર જિલ્લામાં ઘરફોડ, વાહનચોરી અને મંદિરોમાં થતી ચોરીની ઘટનામાં વચ્ચે અઠવાડિયા પૂર્વે જીવતા પશુઓની ચોરી થવાની ઘટના સામે આવી છે.મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા પશુપાલક મહેશભાઈ નાઝાભાઈ મૂંધવાના ઢોરવાડામાંથી ગત તા.17ના રોજ કોઈ અજાણ્યા તસ્કરો એક ભેંસ તેમજ બે ખડેલી પાડી મળી કુલ ત્રણ જીવ કિંમત રૂ.1,10,000ની ચોરી કરી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.