મોરબી:- જુની પીપળી ગામની સ્વસ્તિક વિદ્યાલયનો વિધાર્થી ચૌહાણ હર્ષિલ વિજયભાઈ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં પાસ થતા શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
જવાહર નવોદય વિદ્યાલય દ્વારા દર વર્ષે ધોરણ 6 અને 9 માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તે દરેક વાલી ઇચ્છતા હોય છે, આ પરીક્ષા પાસ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 12 સુધી ગુણવત્તા યુક્ત શિક્ષણ, સાથે પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી આપવામાં આવે છે.