Saturday - May 16, 2026

મોરબી નજીક અકસ્માતમાં PSi ના મોતથી પોલીસ બેડામાં ઘેરો શોક

મોરબી નજીક અકસ્માતમાં PSi ના મોતથી પોલીસ બેડામાં ઘેરો શોક

મોરબી :મોરબી જિલ્લા પોલીસના મકનસર ખાતે આવેલા હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઇ બીઆર જાડેજા ગઈકાલે તેમની ડ્યુટી પૂર્ણ કરી તેના સ્કૂટર પર પરત ફરી રહ્યા હતા, ત્યારે મોરબીના જાંબુડીયા પાસે આવેલા બ્રિજ પર માતેલા સાંઢની જેમ આવેલા ટ્રકે તેમના સ્કૂટરને પાછળથી ટક્કર મારી હતી અને ગંભીર ઇજા પહોંચાડી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.બનાવ બાદ પીએસઆઈ જાડેજાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા અને તેના મૃતદેહને પી એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ ને પગલે પોલીસ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. ઘટનાને પગલે મોરબી પોલીસના અધિકારી અને પોલીસ કર્મીઓ સિવિલ હોસ્પિટલમાં એકઠા થઈ ગયા હતા.બીજી તરફ પોલીસની અન્ય અલગ અલગ ટીમ બનાવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી દીધી હતી.