Thursday - Apr 30, 2026

મોરબીમાં પતિએ માતા સાથે વાત કરવાની ના પાડતા પત્નીનો આપઘાત

મોરબીમાં પતિએ માતા સાથે વાત કરવાની ના પાડતા પત્નીનો આપઘાત

મોરબી : મોરબીના ઉમા ટાઉનશીપ પાછળ શિવપાર્કમાં રહેતી પરિણીતાને માવતરે આવરો જાવરો ન હોવાથી ફોનમાં માતા સાથે વાત કરતી હોય પતિએ ફોનમાં વાતચીત કરવાની ના પાડતા લાગી આવતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મોરબી શહેરમાં ઉમા ટાઉનશીપ પાછળ આવેલ શિવપાર્કમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના રાણાગઢ ગામના આશાબેન ચેતનભાઈ જેજરીયા ઉ.19 નામના પરિણીતાને માવતરે આવરો જાવરો ન હોવાથી માતા સાથે ફોનમાં વાત કરતા હોય તેમના પતિ ચેતનભાઈએ ફોનમાં વાત કરવાની ના પાડતા આશાબેનને લાગી આવતા ચૂંદડી વડે ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં મૃતક આશાબેનને દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા હોવાનું અને હાલમાં પતિ સાથે મોરબી રહેતા હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.