Friday - Aug 21, 2026

મોરબીના ઉંચી માંડલમા પત્ની પરપુરુષ સાથે વાત કરતી હોવાથી લાગી આવતા પતિનો આપઘાત

મોરબીના ઉંચી માંડલમા પત્ની પરપુરુષ સાથે વાત કરતી હોવાથી લાગી આવતા પતિનો આપઘાત

મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે ઓરિસ્સાથી રોજી રોટી કમાવવા આવેલ યુવાનની પત્ની પર પુરુષ સાથે વાતો કરતી હોય દંપતી વચ્ચે અવાર નવાર થતા ઝઘડાથી કંટાળી પતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ આઈબીઆઈએસ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા ગોપાલ સનુભાઈ મુંડા ઉ.25ની પત્ની મોનાલીસા અન્ય પુરુષ સાથે વાતો કરતી હોવાથી પતિ - પત્ની વચ્ચે કાયમી ઝઘડા થતા હતા. જેથી ગોપાલને લાગી આવતા લેબર કવાટર્સમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.