Saturday - May 16, 2026

ટંકારાના મોટા ખીજડિયામાં માતાની અંતિમ ક્રિયાના ખર્ચની ચિંતા મુકાયેલા પુત્રનો આપઘાત

ટંકારાના મોટા ખીજડિયામાં માતાની અંતિમ ક્રિયાના ખર્ચની ચિંતા મુકાયેલા પુત્રનો આપઘાત

ટંકારા : ટંકારા તાલુકાના મોટા ખીજડિયા ગામે વલ્લભભાઈ મુળજીભાઈ જગોદરાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની કમલસિંગ ગુમાનભાઈ અજનારે ઉ.40 નામના ખેત શ્રમિકને પોતાના વતનમાં પાકું મકાન ન હોવાની સાથે દોઢેક માસ પહેલા માતાનું અવસાન થયેલ હોય ક્રિયા કર્મના ખર્ચની ચિંતામાં તા.14ના રોજ પોતાના વતન જવાનું કહીને નીકળી ગયા બાદ જુવાનસિંહ ઝાલાની વાડીના કૂવામાં પડી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.