Saturday - May 02, 2026

હળવદ જીઆઇડીસી સામે ટ્રેન હેઠળ પડતું મૂકીને પ્રૌઢનો આપઘાત

હળવદ જીઆઇડીસી સામે ટ્રેન હેઠળ પડતું મૂકીને પ્રૌઢનો આપઘાત

હળવદ : હળવદ શહેરમાં રહેતા આધેડે કોઈ અગમ્ય કારણોસર જીઆઇડીસી સામે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે.બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાસને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી.

હળવદ શહેરમાં આવેલ ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા શાંતિલાલ નરસિંહભાઈ પટેલ ઉંમર વર્ષ 58એ ગઈકાલે મોડી સાંજે કોઈ અગમ્ય કારણોસર શહેરની જીઆઇડીસી સામેથી પસાર થતા રેલવે ટ્રેક પર માલગાડી હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો છે.બીજી તરફ આ ઘટનાને પગલે 40 મિનિટથી વધુ સમય સુધી ટ્રેન રોકાઈ હતી. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.