Wednesday - Aug 19, 2026

મોરબીમાં અચાનક આચકી આવતા યુવાનનું પ્રાણપંખેરૂ ઉડી ગયું

મોરબીમાં અચાનક આચકી આવતા યુવાનનું પ્રાણપંખેરૂ ઉડી ગયું

મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલ શ્યામપાર્કમાં રહેતા મગનભાઈ રામભાઈ સોઢિયા ઉ.40 નામના યુવકને ગઈકાલે અચાનક આચકી ઉપડી ગયા બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે તબિયત વધુ લથડતા ફરી મોરબી સિવિલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.