Friday - May 01, 2026

સીબીએસસી ક્લસ્ટર લેવલ સ્પર્ધામાં મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

સીબીએસસી ક્લસ્ટર લેવલ સ્પર્ધામાં મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

ગત તા. 18થી થી 21ના રોજ સરીગામ મુકામે સીબીએસસી ક્લસ્ટર લેવલ સ્પર્ધાનું આયોજન થયું હતું. લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલ ગજેરા ટ્રસ્ટ જેમાં આશરે ઇંગ્લીશ મીડીયમ સ્કુલ 60 જેટલી સ્કૂલોએ ભાગ લીધેલો હતો. તેમાં મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે.

સીબીએસસી ક્લસ્ટર લેવલ સ્પર્ધામાં મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

સીબીએસસીની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જ ગણતરી કરવામાં આવે છે જેમાંથી મોરબીમાંથી એકમાત્ર ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ સીબીએસસી પહેલી જ વખત અને પ્રથમ વખત સીબીએસસી ક્લસ્ટરમાં આઠ જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન કર્યું હતું જેમાંથી ફર્સ્ટ ટાઈમ ઈન મોરબી 17 કેટેગરીમાં ભાઈઓમાં બ્રોડ મેડલ ગોળાફેકમાં પ્રાપ્ત થયેલ છે અને અંડર 19માં લોંગ જમ્પમાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયેલ છે આ બંને વિદ્યાર્થીઓને  ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ટ્રસ્ટી સુમનભાઈ, સિદ્ધાર્થભાઈ, સૂર્યરાજભાઈ અને પ્રિન્સિપલ દીપાબેન દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપેલા છે અને આ બંને વિદ્યાર્થીઓ મોરબીમાંથી પહેલી વખત ગુજરાતનું નેતૃત્વ કરશે નેશનલ લેવલની સ્પર્ધા એટલે કે આગામી તારીખ 5 11 2023 થી 8 11 2023 છત્તીસગઢ મુકામે રાયપુર ખાતે નેશનલ લેવલની સ્પર્ધાનું આયોજન થવાનું છે જેમાં એકમાત્ર મોરબીમાંથી ગુજરાતનું પ્રતિનિધિત્વ આ બંને વિદ્યાર્થીઓ કરશે.

સીબીએસસી ક્લસ્ટર લેવલ સ્પર્ધામાં મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું