મોરબીના કાલિકા પ્લોટમાં પાડોશીએ નવેરામાં પતરા લગાવવામાં આવતા સામેના પાડોશીએ આ બાબતે કહેવા જતા બે શખસોએ માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર 4મા રહેતા મિલનભાઈ પોપટભાઈ જાદવે આરોપી ઇબ્રાહિમભાઈ ઉર્ફે કાળુકાકા લંજા અને આરોપી સીરાજ દાઉદભાઈ લંજા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ તેમના ઘરની નવેરીમાં પતરા મારતા હોવાથી તેમને કહેવા જતા ઝઘડો કરી મિલનભાઈ તેમજ તેમના પત્નીને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.