મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમામા રહેતા મૂળ સંતરામપર જિલ્લાના વતની નિલેશભાઈ કોયાભાઈ ડીંડોર ઉ.વ.21 નામનો યુવાન ગત તા.17ના રોજ સાંજના સમયે પોતાનું સીટી હન્ડ્રેડ બાઈક લઈ દૂધ લેવા જતો હતો ત્યારે મોરબી - માળીયા હાઇવે ઉપર બહાદુરગઢ ગામના પાટિયા પાસે આરજે - 52 - જીબી - 6779 નંબરના ટ્રક ચાલકે નિલેશભાઈના બાઇકને પાછળથી હડફેટે લઈ શરીર ઉપર ટ્રક ફેરવી દઈ મોત નિપજાવી ટ્રક લઈ નાસી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.