Wednesday - Aug 26, 2026

ટંકારામાં દારૂની હેરાફેરી કરનાર બે આરોપીઓ સામે પાસા હેઠળ કડક કાર્યવાહી

ટંકારામાં દારૂની હેરાફેરી કરનાર બે આરોપીઓ સામે પાસા હેઠળ કડક કાર્યવાહી

પોલીસે બંને આરોપીઓને અલગ અલગ સ્થળેથી ઝડપી લઈ પાસા હેઠળ અમદાવાદ અને સુરત જેલમાં ધકેલી દીધા

(મોરબી ) : મોરબી જિલ્લામાં પ્રોહીબીશન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનાઓમાં સંડોવાયેલા 2 આરોપીઓને પોલીસે પાસા હેઠળ જેલ હવાલે કર્યા છે.

પોલીસે આરોપી વશરામભાઈ નારણભાઈ સાટકા (ઉં.વ. 30, રહે. ગઢડા ગામ, તા. પડધરી, જી. રાજકોટ) ને તા. 25/08/2026 ના રોજ તેના ઘરેથી ઝડપી લીધો હતો. જ્યારે અન્ય આરોપી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો નાગજીભાઈ રાજાભાઈ ફાંગલીયા (ઉં.વ. 21, રહે. વાછકપર (બેડી), તા. ટંકારા, જી. મોરબી) ને તા. 26/08/2026 ના રોજ હીલોલ (તા. દહેગામ, જી. ગાંધીનગર) ખાતેથી ડીટેઇન કર્યો હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા પાસા વોરંટ ઇશ્યુ કરતા ટંકારા પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓને સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ તેમજ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે ધકેલ્યા છે.